આજનો દિવસ ઇતિહાસમાં યાદ રહી જશે. ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે.28 એપ્રિલે ન્યૂઝ આવ્યા હતાં કે તેમને કોલન ઈન્ફેક્શન થતાં એડમિટ કરવામાં આવ્યા છે. ઈરફાનની માતાનું હાલમાં જ એટલે કે 25 એપ્રિલે નિધન થયું હતું. માતાના નિધનના ચાર દિવસ બાદ જ ઈરફાનનું નિધન થયું હતું
ઇરફાન ખાનના નિધનથી તેમના ફેન્સ તેમની ફિલ્મ અને ટીવી શોને જોઇને તેમને યાદ કરી શકે છે. દૂરદર્શન દ્વારા ઇરફાન ખાનના નિધન પછી તેમણે શ્રંદ્ઘાજલિ આપતા તેમનો શો શ્રીકાંત ફરી ટીવી પર ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. ચેનલ પર દરરોજ 3.30 વાગે ટેલિકાસ્ટ કરવામાં આવશે.
તમને જણાવી દઇએ કે, શ્રીકાંત સીરિયલ શરત ચંદ્ર ચેટર્જીની ઉપન્યાસ શ્રીકાંત પર બેસ્ડ છે. આ શો દૂરદર્શન પર 1985-1986 માં ટેલિકાસ્ટ થયો હતો, જેનું ડિરેક્શન પ્રવીણ નિસ્કોલે કર્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, ઇરફાન ખાને ફિલ્મોમાં આવતા પહેલા ઘણા શોઝ કર્યા હતા. જેમાં ચાણક્ય, ચંદ્રકાંતા, સ્પર્શ, ડર, ભારત એક ખોજ જેવા શામેલ છે. ઇરફાન ખાનની પહેલી ફિલ્મ સલામ બોમ્બે હતી, આ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.