માત્ર એક કોરોના વાયરસે સમગ્ર દુનિયાને તાળુ લગાવી દીધુ છે. 30 લાખથની વધુ લોકો સંક્રમિત થયા છે. બે લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ મહામારી વચ્ચે સૌથી મોટા સમાચાર મળી રહ્યાં છે કે ચીનના વુહાન શહેરમાં એ જ લેબમાં કોરોના જેવા જ 1500થી વધુ ખતરનાક વાયરસ છે. વાયરસનો ભંડાર વુહાનની એ જ લેબ વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી લેબમાં રખાયો છે જ્યાંથી કોરોનાનો આ વાયરસ ફેલાયો હતો.
મળતી માહિતી મુજબ ચીનની આ લેબમાં 1500થી વધુ જીવલેણ વાયરસ છે જેના પર ચોક્કસપણે રીસર્ચ ચાલી રહ્યું છે. એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે આ લેબમાં એક મોટા ફ્રિજમાં જીવલેણ વાયરસની એક બેંક બનાવવામાં આવી છે એટલું જ નહીં લેબમાં આ વાયરસ પર રિસર્ચ ચાલી રહ્યું છે. જો કે સવાલ એ છે કે દુનિયા પર મહામારી બની ચુકેલા આ વાયરસને અહી કેમ ભેગો કરવામાં આવ્યો છે. જો આ વાયરસ ભૂલથી લીક થઇ જશે તો દુનિયા માટે એક નવો ખતરો બની શકે છે.
USA પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ચીન મુદ્દે અકારણ ચિંતા અને ગુસ્સો નથી. આવા તમામ અહેવાલો કોરોના વાયરસ મહામારીની વચ્ચે આવી રહ્યા છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનના વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી લેબમાંથી જ્યાંથી કોરોના વાયરસ ફેલાયો છે તેવી ધારણા કરવામાં આવે છે ત્યાં હકીકતમાં 1500થી વધુ વાયરસ રાખવામાં આવ્યા છે.
દાવા મુજબ આ લેબના મોટા ફ્રિજમાં આ જીવલેણ વાયરસોની એક બેંક છે. જ્યાં તેમને રાખવામાં આવ્યા છે. જો કે લેબમાં આ વાયરસ અંગે સંશોધન થઈ રહ્યું છે પરંતુ સવાલ એ છે કે વિશ્વમાં મહામારી લાવનારા આ વાયરસ અહીં કેમ જમા થયા છે. જો તે લીક થાય છે તો તેઓ દુનિયા માટે એક નવો ખતરો બની શકે છે.