કોઈ પણ બીમારી સામે લડવા માટે વ્યક્તિની ઈમ્યૂન સિસ્ટમ મજબૂત હોવી જરૂરી છે. કેટલાક લોકોને સતત શરદી અને ઉધરસ રહે છે. આવા લોકોની ઈમ્યૂન સિસ્ટમ નબળી હોય છે. ઈમ્યૂન સિસ્ટમ મજબૂત કરવા માટે અહીંયા અમે એક ખાસ જ્યૂસ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેનું સેવન તમે રોજ કરી શકો છો.
આ જ્યૂસ ટામેટામાંથી બને છે. તમારા મનમાં સવાલ થતો હશે કે શું ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવા માટે આ જ્યૂસ કામ કરે છે? તો જવાબ છે હા. ટામેટામાં પૂરતી માત્રામાં વિટામિન સી હોય છે. આ એક એન્ટી ઓક્સિડન્ટ એક્ટિવિટીની જેમ કામ કરે છે. આટલું જ નહીં વૈજ્ઞાનિક રિસર્ચમાં પણ તે વાત સાબિત થઈ છે કે, ટામેટાનું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ મળે છે. તો, જાણી લો તેનો જ્યૂસ બનાવવાની રેસિપી.
સામગ્રી
1 કપ પાણી
ચપટી મીઠું
2 ટામેટા
બનાવવાની રીત
ટામેટાને સારી રીતે ધોઈને તેના નાન-નાના ટુકડા કરી લો. તેને એક મિક્સર જારમાં લઈ લો. તેમાં પાણી ઉમેરીને જ્યૂસ બનાવી લો. હવે તેને એક ગ્લાસમાં લઈને ઉપરથી સ્વાદનુંસાર મીઠું ઉમેરીને મિક્સ કરી લો. તો તૈયાર છે ટામેટાનો જ્યૂસ