કોરોના વાયરસને લઇને લોકડાઉન વચ્ચે સેંટ્રલ બોર્ડ ઓપ સેંકેડરી એજ્યુકેશન મહત્વના સમાચાર આવ્યાં છે. કોરોનાના કહેર વચ્ચે CBSE બોર્ડ દ્વારા જણાવામાં આવ્યું છે કે આ સમયે 10 માં બોર્ડની પરીક્ષા કરાવી શક્ય નથી, વિદ્યાર્થીઓને ઇંટરનલ બેઝ પર પાસ કરી દેવામાં આવશે. જો કે 12માં ધોરણની પરીક્ષાને લઇને સસ્પેન્સ યથાવત છે.
અનુરાગ ત્રિપાઠીએ 10મી બોર્ડની પરીક્ષા સાથે જોડાયેલા સવાલ પર જણાવ્યું કે દેશમાં 10માં ધોરણના બાકી રહેલા પેપર નાના-નાના વિષય હતા. હવે આ વિષયોની પરીક્ષા લેવામાં આવશે નહીં. ઇંટરનલ એસસમેંટ અને બેઝ પર આધારે પર પરિણામ બનાવામાં આવશે. પ્રોડેટા બેઝ પર નક્કી કરવામાં આવશે.
જેના પર CBSE ના સચિવ અનુરાગ ત્રિપાઠીએ કહ્યું કે 12માં ધોરણની 12 વિષયની પરીક્ષા બાકી છે. જો કે આ અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
કોરોના વાયરસના સંકટ પર મીડિયા સાથેની વાતચીત પર CBSE સચિવે જણાવ્યું કે આ એક એવો સમય છે જ્યારે કોવિડનું સંકટ છે. CBSE બોર્ડ સહિત દુનિયાના સંસ્થાઓમાં લોકડાઉન ચાલી રહયું છે. મારું વાલીઓને કહેવું છે કે પેનિક ના થશો. વિદ્યાર્થીઓ અને વાલીઓ ધીરજ રાખે.