કોરોનાથી બચવા માટે દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરાઇ છે. બધા ઘરમા બંધ છે. ઘરમાં કામવાળી બાઇ ન આવવાના કારણે દરેક વ્યક્તિએ ઘરના કામ જાતે કરવા પડે છે. ખાસ કરીને ઘરની મહિલાઓએ વાસણ, કચરા, પોતા કરવા પડે છે. આવા સંજોગોમાં થોડી એક્સરસાઈઝ પણ થઇ જાય છે. તેનાથી શરીરને યોગ્ય વજન અને શેપ મળે છે. તો જાણો કચરા-પોતા કરવાના અન્ય ફાયદાઓ વિશે.
એક રિસર્ચ મુજબ જમીન પર પોતુ કરતી વખતે તેને વારંવાર પાણી કાઢવા અને નિચોવવાથી શરીરની 238 કેલરી બર્ન થાય છે. સાથે સાથે ફર્શ પર પોતા લગાવવુ એક કલાકની એક્સર્સાઇઝ બરાબર છે. એવા લોકો જે લોકડાઉનના કારણે જિમ જઇ શકતા નથી તેમને કેલરી બર્ન કરવા માટે પોતુ લગાવવુ બેસ્ટ ઓપ્શન છે.
પેટ અને કમરની ચરબી ઘટે છે
ઝાડુ અને પોતા કરતી વખતે વારંવાર ઝુકવુ પડે છે. પેટ અને કમરની એક પ્રકારે એક્સર્સાઇઝ થાય છે. આવા સંજોગોમાં પેટ અને કમરની આસપાસની જમા એકસ્ટ્રા ચરબી ઝડપથી ઘટે છે.
તણાવ દુર થાય છે
ઘરને સાફ અને એકદમ યોગ્ય રીતે ગોઠવેલુ હોય તો તે સુંદર દેખાય છે. આવુ ઘર જોઇને અંદરથી આરામ અને સંતોષ મળે છે. સ્ટ્રેસ લેવલ ઘટે છે.
એકાગ્રતા સુધરે છે
તમારી આસપાસ ગંદકી હોય તો હંમેશા ધ્યાન ભટકતુ રહે છે. આવા સંજોગોમાં ઝાડુ પોતા કરવાથી ઘર સાફ રાખવામાં મદદ મળે છે. સાથે સાથે બધી વસ્તુઓ યોગ્ય રીતે ગોઠવેલી હોય તો કોઇ પણ કામ કરવામાં એકાગ્રતા વધે છે.