વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજયોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી.જેમા ગુજરાતમાં કોરોના કોવિડ-19 વાયરસના કારણે મૃત્યુદર કેમ વધારે કેમ છે તે બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ સ્પષ્ટતા કરી હતી. રૂપાણીએ કહ્યું હતું કે, ગંભીર રોગ ધરાવતા એટલે કે કોમોરબિડ દર્દીઓ અને કોરોનાના ગંભીરરીતે શિકાર થઇ ગયા પછી સારવાર માટે દાખલ થતા દર્દીઓના કારણે ગુજરાતમાં મૃત્યુ આંક વધારે છે.
આવતાં સપ્તાહ સુધીમાં રાજ્યમાં કોરોના દર્દી માટે 22,500 બેડ્સની ક્ષમતા કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજયોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી. આ કોન્ફરન્સમાં વડાપ્રધાન સમક્ષ વિજય રૂપાણીએ ગુજરાતની સ્થિતિ વર્ણવતા કહ્યું હતું કે, ગુજરાતમાં સઘન સર્વેલન્સ થતા કોવિડ-19 પર કંટ્રોલ મેળવી શકયા છીએ. ઉપરાંત ચાલુ સપ્તાહ સુધીમાં 22500 બેડની સુવિધા થઇ જશે.
રૂપાણીએ ગુજરાતના મૃત્યુઆંક વિશે કહ્યું હતું કે જે દર્દીઓને કેન્સર, હાઇપરટેન્શન, કીડની જેવા ગંભીર રોગ સાથે કોરોના થવાથી મૃત્યું થાય છે, આવા આંક 85 ટકા છે. ઉપરાંત કોવિડ-19નો શિકાર થઇ ગયા પછી મોડા મોડા દર્દી હોસ્પિટલમાં દાખલ થતા તેમનાના કોવિડ ગંભીરપણે પ્રસરી ગયો હોય છે,આથી આવા દર્દીઓનો બચવાની શકયતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતી વખતે જ ઓછી હોય છે,આમ, કોમોરબિડ અને સીરીયસ હોય ત્યારે જ સારવાર માટે હોસ્પિટલાઇઝ થવાની વૃત્તિને કારણે ગુજરાતમાં મોતનો આંક વધ્યો છે.
રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં 3 જિલ્લામાં એકેય કેસ નથી. રાજ્યમાં લોકડાઉન બાબતે પણ સંપૂર્ણપણે કેન્દ્રની ગાઇડલાઇનને અનુસરીને નાના, મધ્યમ વેપારી અને કર્મચારીઓને તકલીફ ન પડે તેમ ધીમે ધીમે લોકડાઉન ખોલવામાં આવશે.
ત્યારે મુખ્યમંત્રીએ ગુજરાત વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધી કુલ 3301 પોઝિટિવ કેસ છે. જેમાં 2837 એક્ટિવ છે અને 151 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 313 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તારીખ 17 એપ્રિલ સુધીમાં 22,467 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 10 દિવસમાં 2800થી વધુ ટેસ્ટ થયા છે. હોટસ્પોટ વિસ્તારમાં સૌથી વધારે તકેદારી રાખવામાં આવી રહી છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકારના આદેશથી 20મી એપ્રિલથી ગ્રામિણ વિસ્તારમાં ઉદ્યોગોને શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. જેમાં વિવિધ ભવનનિર્માણ કાર્ય, પ્રાઇવેટ ફર્મની કામગીરી વગેરેની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ 25મી એપ્રિલે કન્ટેઇન્મેન્ટ ઝોનની બહાર એક્સપોર્ટ્સ યુનિટ્સને પરવાનગી આપવામાં આવી હતી.