ગુજરાતમાં કોરોનાનું તાંડવ ચાલુ છે ત્યારે હવે કમોસમી વરસાદે પણ પોતાનું પોત પ્રકાશ્યુ છે. સૌરાષ્ટ્ર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભર ઉનાળે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જામનગર જિલ્લામાં પણ ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે.
ખાંભા અને ગીર પંથકમાં પડ્યા વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. ચકરાવા, ભાણીયા, ગીદરડીમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.
જામનગરમાં વરસાદ
જામનગર જિલ્લામાં ભરઉનાળે વરસાદ જામ્યો છે. વરસાદથી લોકોને ગરમીથી રાહતનો અનુભવ થયો છે. કાલાવડ તાલુકના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉમરાળા, નવાગમમ, ભંગડા સહિતના ગામમાં વરસાદ થઈ રહ્યો છે. વરસાદથી લોકોને ગરમીથી રાહતનો અનુભવ થઈ રહ્યો છે.
28 એપ્રિલે પડી શકે વરસાદ
કોરાના કહેર વચ્ચે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં આગામી બે દિવસ આકરી ગરમી પડશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ આવી શકે છે