અક્ષય તૃતીયાનું પર્વ છે. આ પર્વની સૌથી ખાસ વાત એ છે કે આજના દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. વર્ષમાં બે અવસરે સોનું ખરીદવાનું ચલણ છે. પહેલું ધનતેરસના દિવસે અને બીજું અક્ષય તૃતીયાના દિવસે. જોકે, કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં 40 દિવસનું લૉકડાઉન છે. એવામાં, આ વખેત સોનું ખરીદવામાં કેટલીક અડચણ આવી શકે છે. પરંતુ ગોલ્ડ માર્કેટની હાલની સ્થિતિને જોતાં એવું પણ નક્કી કરવું જરૂરી છે કે શું હાલમાં સોનું ખરીદવું એક સારો વિકલ્પ હશે કે નહીં.
માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે, હાલના સમયમાં કોરોના વાયરસના પ્રકોપની વચ્ચે સ્ટૉક એક્સચેન્જમાં રોકાણ કરવું સૌથી વધુ જોખમ ભરેલું છે. જોકે, આવા સમયે સોનામાં રોકાણ કરવું એક સારો વિકલ્પ બની શકે છે. સામાન્ય રીતે જ્યારે સ્ટોક એક્સચેન્જમાં ઘટાડો આવે છે અને અર્થવ્યવસ્થામાં સુસ્તી આવે છે તો રોકાણકારો માટે સોનું જ સારો વિકલ્પ સાબિત થાય છે. જાણકારોનું કહેવું છે કે પોર્ટફોલિયોમાં ગોલ્ડનો કેટલોક હિસ્સો ફાયદારૂપ હોય છે અને તે પોર્ટફોલિયોને ડાયવર્સિફાય કરે છે.
હાલની સ્થિતિને જોતાં સોનામાં રોકાણ કરવું સૌથી સારા રોકાણ વિકલ્પ પૈકીનું એક છે. તેમનું કહેવું છે કે આવનારા દિવસોમાં અન્ય રોકાણની તુલનામાં સોનામાં સારું રિટર્ન જોવા મળશે.
ઘરે બેઠા ક્યાંથી બેસ્ટ ઓફરમાં ખરીદો સોનું
1. રિલાયન્સ જ્વેલ્સની ઓફરરિલાયન્સ જ્વેલ્સે લૉકડાઉનમાં મેકિંગ ચાર્જ પર ભારે છૂટ આપી છે. રિલાયન્સ જ્વેલ્સે ડાયમંડ જ્વેલરી પર 20 ટકા ડિસ્કાઉન્ટ આપ્યું છે. આ ઉપરાંત અક્ષય તૃતીયા પર ખાસ ગોલ્ડ કલેક્શન પણ ઉપલબ્ધ કરાવ્યું છે.
માલાબાર ગોલ્ડ્સ અને ડાયમંડની સ્કીમ
માલાબાર ગોલ્ડ્સ અને ડામન્ડે Book Now, Pay Laterની સ્કીમ લાગુ કરી છે. તેમાં લૉકડાઉન ખુલતાં પેમેન્ટ ઓપ્શન રાખ્યું છે. તેમાં ડિલીવરી સમયે ગ્રાહકને પેમેન્ટ કરવાની સુવિધા આપવામાં આવી છે. ડિલીવરી સમયે સોનું સસ્તું હશે તો સસ્તામાં ખરીદીનો વિકલ્પ પણ ગ્રાહકોને ઉપલબ્ધ હશે.
તનિષ્કની ઓફર
તનિષ્ક તરફથી લૉકડાઉનમાં મેકિંગ ચાર્જ પર 25 ટકાના ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી રહી છે. તેમાં PREVIEW કોડથી 1 ટકા એકસ્ટ્રા છૂટ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત લકી ડ્રો પણ રાખવામાં આવ્યો છે જેમાં ઈનામ તરીકે સોનાના સિક્કા આપવામાં આવશે.
પીસીજ્વેલ્સની ઓફર
લૉકડાઉનમાં અક્ષય તૃતીયા આવતાં પીસી જ્વેલર્સે મેકિંગ ચાર્જ પર 30 ટકા છૂટની ઓફર આપી છે. બીજી તરફ, SBI કાર્ડથી પેમેન્ટ કરતાં 5 ટકા એકસ્ટ્રા છૂટ આપવામાં આવી રહી છે. તેની સાથે જ લૉકડાઉન ખુલતાં એક્સચેન્જનું ઓપ્શન પણ ખુલ્લું રાખ્યું છે.