કોરોના વાયરસને લઇને શરૂઆતથી એવી જ ચર્ચા હતી કે ચામાચિડિયાને કારણે ફેલાયો છે, જેથી લોકો હવે ચામચડિયાને લઇને સાવધાન થઇ ગયા છે. આ વચ્ચે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના ઘરે ચામાચિડિયું આવી ગયુ હતુ જેણે લઇને એક્ટરે પોતાના સોશ્યલ મીડિયા પર ટ્વીટ કર્યુ હતુ.
અમિતાભ બચ્ચને એક પોસ્ટ શૅર કરીને કહ્યુ કે, બ્રેકિંગ ન્યૂઝ, આ સમયના સૌથી મોટા સમચાર.. એક ચામાચિડિયું બસ અત્યારે જ રૂમમાં.. જલસાના ત્રીજા ફ્લોર સુધી ઘુસી ગયુ છે. અહીંયા અમે બધા બેસીને મજા કરતા હોઇએ છીએ. આ પહેલા મારા વિસ્તાર, આ ઘર, મારા ઘર.. મારા રૂમમાં ક્યારેય પણ નથી જોવા મળ્યુ અને અમારું ઘર જ તેને મળ્યું.. કોરોના તો પીછો જ નથી છોડી રહ્યો. ઉડી ઉડીને આવી રહ્યો છે!!
આ સિવાય અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યુ કે, ચામાચિડિયું મારા પ્રાઇવેટ રૂમમાં આવી ગયું હતું બોલો. આખા જુહુ વિસ્તારમાં કોઈવાર નથી જોયું ને મારા બેડરૂમમાંથી બહાર નીકળ્યું. છોકરીઓ ડરી ગઈ હતી. એક દરવાજો ખોલીને માંડ ચામાચિડિયાને બાલ્કનીથી બહાર કાઢી શક્યો. તેમણે એવું પણ લખ્યું કે, હું તો તેને બેડમિન્ટન રેકેટ મારીને ભગાડવા માગતો હતો પણ ગર્લ્સે મને અંદર રૂમમાં રેકેટ લેવા માટે જવા જ ન દીધો.
જોકે અમિતાભ બચ્ચનની આ પોસ્ટ પર સેલેબ્સ તેમને સુરક્ષિત રહેવા માટે કહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગણી રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે, કોરોના વાયરસ ચામચિડિયામાં હોય છે અને ત્યાંથી જ માણસોમાં ફેલાયો છે. ચીનના વુહાન શહેરમાંથી પણ આવી જ ફોટો સામે આવી હતી. જેમાં ચામચિડિયુ ખાઇ રહી છે. કેટલીક રિસર્ચમાં ચામાચિડિયામાં કોરોના વાયરસને હોવાની પુષ્ટિ થઇ ચૂકી છે.