તમારામાથી ઘણા બધા લોકો લૉકડાઉન પૂર્ણ થવાની રાહ જોઇ રહ્યા છે. તમે તમારા મિત્રોને મળવાની યોજના બનાવી શકો છો, ખરીદી કરવા બહાર જઇ શકો છો. તમારે હજુ પણ સતર્ક રહેવાની અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું જરૂરી રહેશે.તમારામાથી ઘણા બધા લોકો લૉકડાઉન પૂર્ણ થવાની રાહ જોઇ રહ્યા છે. તમે તમારા મિત્રોને મળવાની યોજના બનાવી શકો છો, ખરીદી કરવા બહાર જઇ શકો છો. તમારે હજુ પણ સતર્ક રહેવાની અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું જરૂરી રહેશે.
સામાજિક સમારોહથી દૂર રહો
મોટી સંખ્યામાં COVID 19 કેસ આવ્યા બાદ, તમે ક્યારેય એવું જાણી શકશો નહીં કે કોણ સંક્રમિત છે અને કોન નથી. ભલે લૉકડાઉન સમાપ્ત થઇ જાય, પરંતુ મોટી પાર્ટીઓ કરવી, પારિવારિક કાર્યો માટે એકત્રિત થવું અથવા મોટા રાત્રિભોજન એક સાથે કરતા દૂર રહો. શક્ય હોય એટલું બચીને તમારી અને તમારા પરિવારની રક્ષા કરો.
ફેસ માસ્ક પહેરવો
ભીડભાડ વાળી જગ્યા અથવા શૉપિંગ પર જતી વખતે પોતાના બનાવેલા માસ્ક કે ઘરે બનાવેલા માસ્કનો ઉપયોગ કરવો ખોટું નથી. ફેસ માસ્કનો ઉપયોગ ચાલુ રાખો, તમારા હાથ ધોવા અને તમારી જાતને બિમાર થતા બચાવવા માટે સામાજિક અંતરનું ધ્યાન રાખો.
ક્લબ અથવા બારમાં પાર્ટી કરશો નહીં
એ સ્વાભાવિક છે કે તમે તમારા મિત્રોને મળવા માટે મરી રહ્યા છો અને કોઇ ક્લબમાં કોઇ કેફે અથવા પાર્ટીમાં બહાર જાવ અને ચીલ કરો. કેફે અને ક્લબ જેવી ભીડભાજ વાળી જગ્યા પર સંક્રમણનં ખુલ્લું નિયંત્રણ હોઇ શકે છે. આ રીતે ઓછામાં ઓછું બને એટલું તમારા મિત્રોને મળવાથી દૂર રહો.
વેકેશનનો પ્લાન ના બનાવશો
આ માત્ર એક દેશથી બીજા દેશમાં લોકોની અવરજવર હતી જેના કારણે આ બિમારીએ દુનિયાભરમાં પગ પેસારો કર્યો છે. ભલે લૉકડાઉન નિયમોમાં ઢીલ આપવામાં આવી હોય, પ્રયત્ન કરો કે થોડાક મહિનાઓ માટે પરિવારની રજાઓનું પ્લાનિંગ ના કરો. વેકેશન માણવા અથવા પોતાના સ્વાસ્થ્યને ખતરામાં નાંખવાની જગ્યાએ ઘરે રહીને સુરક્ષિત રહેવું સારું છે.