કુલ્ફીનું નામ આવતાની સાથે જ લોકોના મોંમાં પાણી આવવા લાગે છે. એમાં ગરમીમાં તે ખાવની મજા જ કંઇક અલગ છે. જો તમે કુલ્ફી ખાવાના શોખીન છો તો આજે અમે તમારા માટે કુલ્ફી ઘરે કેવી રીતે બનાવાય તેની રેસીપી લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય કેસર કુલ્ફી.
સામગ્રી
⦁ 2 કપ -કંડેસ્ડ મિલ્ક
⦁ 1/2 કપ -દૂધ
⦁ 1/2 ચમચી-કેસર
⦁ 8 મોટી ચમચી-ક્રીમ
⦁ 1 ચમચી પીસ્તા
બનાવવાની રીત
સૌ પ્રથમ એક મોટા વાસણમાં ક્રીમ અને કંડેસ્ડ મિલ્કને બરાબર મિક્સ કરીને તેની ઘટ્ટ પેસ્ટ બનાવી લો. ધીમી આંચ પર એક પેનમાં દૂધ ઉકળવા માટે રાખો અને તેમા કેસર ઉમેરી લો. જ્યારે કેસ દૂધમાં બરાબર મિક્સ થઇ જાય અને દૂધનો કલર બદલાઇ જાય ત્યારે ગેસની આંચ બંધ કરી લો. અને તેને ઠંડુ કરવા મૂકી દો. હવે કેસર વાળા દૂધને તૈયાર પેસ્ટ સાથે મિક્સ કરી લો. હવે આ તૈયાર મિક્સરને કુલ્ફી સંચામાં ઉમેરી લો અને ઠાંકણાથી બંધ કરી દો. લગભગ 4 કલાક ફ્રીજરમાં મુકી દો. હવે 4 કલાક બાદ તેને સંચામાંથી નીકાળી લો અને તેની પર પિસ્તા તેમજ કેસરથી ગાર્નિશ કરી લો.