આલિયા ભટ્ટ ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાળીમાં ટૂંક સમયમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું. ફિલ્મમાં આલિયાનો ફર્સ્ટ લૂક પણ રિલીજ થઈ ચૂક્યો છે પરંતુ કોરોના વાયરસના કારણે લાગુ થયેલા લૉકડાઉન થી શૂટિંગ પર બ્રેક વાગી ગઈ છે.
જેના કારણે સેટ અનેક સપ્તાહથી ઉપયોગમાં નથી લેવાયો. અહેવાલ મળી રહ્યા છે કે ફિલ્મ માટે તૈયાર કરવામાં આવેલા સેટને તોડી પડાશે. લૉકડાઉનને ધ્યાને લઈ ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણશાળીએ આ નિર્ણય લીધો છે.
ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાળીના સેટને તોડવા માટે સંજય લીલા ભણશાળીએ પ્રોડક્શન ટીમને આદેશ આપી દીધો છે. સેટમાં 1960ના કમાઠીપુરા વિસ્તારને દર્શાવવામાં આવ્યો છે.
સંજય લીલા ભણશાળીએ સેટના મેન્ટેનન્સની પણ ચૂકવણી કરી દીધી હતી. પરંતુ લૉકડાઉનના કારણે ત્યાં શૂટિંગ નથી થઈ રહી એવામાં ભણશાળીએ તેને તોડવાનો નિર્ણય લીધો છે. કારણ કે તેનું ભાડું આપવું અને મેન્ટેનન્સ કરાવવું, તેના કરતાં સેટને ફરી ઊભો કરવો વધુ સસ્તો પડશે. તેથી હવે સેટને તોડી દેવામાં આવશે.