ગરમીની સીઝન શરુ થઇ ગઇ છે. આ સીઝનમાં બધાને ફ્રીજમાં રાખેલુ ઠંડુ પાણી પીવું ખુબ ગમે છે. આ પાણી ભલે શરીરને ઠંડક પહોંચાડે, પરંતુ અસલમાં તેનું સેવન કરવાથી ઘણા નુકશાન થાય છે. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પાચન તંત્ર નબળુ પડે છે. સાથે સાથે તે અનેક બિમારીઓનું કારણ પણ બને છે. આવો જાણીએ ફ્રિજનુ ચિલ્ડ પાણી પીવાથી કેવા નુકશાન થાય છે.
રોજ ઠંડુ પાણી પીવાથી કબજિયાતની ફરિયાદ રહે છે. તેના સેવનથી ડાઇજેસ્ટીવ સિસ્ટમ ખરાબ થવા લાગે છે. આવા સંજોગોમાં તે ઘણી વધુ બિમારીઓનુ કારણ બને છે. આયુર્વેદમાં પણ કોઇ બીમારી શરુ થવાનુ કારણ કબજિયાત જ માનવામાં આવે છે.
જરુર કરતા વધુ ઠંડુ પાણી પીવાથી શરીરની અંદરની કોશિકાઓ સંકોચાવા લાગે છે. આવા સંજોગોમાં તે યોગ્ય રીતે કામ કરી શકતી નથી. સાથે સાથે મેટાબોલિઝમ અને હાર્ટ રેટને પણ ઘટાડી શકાય છે. આવા સંજોગોમાં હાર્ટ એટેક થવાનો ખતરો વધે છે.
ફ્રિજનુ વધુ ઠંડુ પાણી પીવાથી ગળુ ખરાબ થાય છે. તેનાથી ટોન્સિલ્સ, ફેફસા અને પાચનતંત્ર સાથે જોડાયેલા રોગ થવાના ચાન્સ વધી જાય છે.