કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે અને તેના સંક્રમણનો આંકડો પણ સતત વધી રહ્યો છે. હાલમાં જ ગુજરાતમાં એક કિસ્સો બન્યો છે. અહીં સેનાના 3 જવાનોને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ATMથી રૂપિયા કાઢતાં કેટલીક ખાસ સાવધાની રાખવી જોઈએ તો કોરોનાથી બચી શકાય છે.
જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે સાથે સેનેટાઈઝર રાખો. જો તમે કોઈ જગ્યાને અડો છો તો તરત જ હાથને સેનેટાઈઝરથી સાફ કરી લો.ATM રૂમમાં પહેલાં પણ કોઈ છે તો અંદર ન જાઓ. તે વ્યક્તિ બહાર આવે તેની રાહ જુઓ.
તમારી સાથે વેટ વાઈપ્સ અને ટિશ્યૂ લઈને ઘરની બહાર જાઓ, ATMમાં લાઈનમાં ઊભા રહેતી સમયે મોઢા, નાક અને ચહેરાને અડવાથી બચો. લાઈનમાં લોકોની સાથે એક મીટરનું અંતર રાખો. ATM ચેમ્બરમાં કંઈ પણ અડવાથી બચોય જો ભૂલથી ક્યાંક અડી જાઓ છો તો તરત જ વાઈપ્સ અને સેનેટાઈઝરથી હાથ સાફ કરો.
ATMની લાઈનમાં ઊભા રહેવાના સમયે જો કોઈ જાણીતી વ્યક્તિ મળે તો તેની સાથે હાથ મિલાવવાથી દૂર રહો. ફક્ત નમસ્તે કે હેલો જ કહો. જો તમને શરદી અને ખાંસીની તકલીફ છે તો બહાર ન જાઓ. જો ATMમાં ઊભા રહેતી સમયે છીંક આવે તો તમારા મોઢાને ટિશ્યૂથી ઢાંકો.
યૂઝ કરેલા ટિશ્યૂ કે માસ્કને ATMના ડસ્ટબિનમાં ના ફેંકો, તેનાથી અન્ય લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે.હાલમાં ડિજિટલ સિસ્ટમ સંપૂર્ણ રીતે સારી છે. શક્ય હોય ત્યાં સુધી તમામ પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શન ઓનલાઈન જ કરો.