લોકડાઉનના કારણે લોકો ઘણા દિવસોની શાકભાજી એક સાથે ખરીદીને ઘરમાં રાખે છે. અહીં એ સમજવાની જરૂર છે કે શાકભાજી ખરીદવાની યોગ્ય રીત કઈ હોય છે.
આવામાં પાંદડાવાળા શાકભાજી ન લેવા કેમ કે તેને પાણીમાં પલાળવામાં આવતા હોવાથી તે જલ્દીથી ખરાબ થઈ જાય છે. ફ્રિજમાં તેને રાખવામાં આવે તો જલ્દી ગળી જાય છે. પાલક, જેવા શાકભાજી લેતી વખતે પાંદડાઓનો બરાબર જોઈને ખરીદો કેમ કે, તેની વચ્ચે જંતુઓ હોઈ શકે છે.
શાકભાજીની ચારેય તરફથી ફેરવીને ધ્યાનથી જરૂરથી જુઓ. જો તેમાં છિદ્ર અથવા કાપા દેખાય હોય છે તો તેને ન લો. આવા શાકભાજીમાં જંતુઓ હોવાની સંભાવના વધારે છે. તો બીજી તરફ ટામેટા જેવા શાકભાજીનો કોઈ પણ ભાગ દબાઈ જાય છે અને ખરાબ થવાનો ડર રહે છે.