તમે ક્યારેય વિચાર્યું છે કે, તમે કોઈ નાઈ પાસે જાઓ અને તે કાતરની જગ્યાએ હથોડો અને કુલ્હાડી લઈ તમારી તરફ આગળ વધે. તો શું કરો તમે? સ્વભાવિક છે કે ભાગી જાઓ અથવા તેનો હાથ પકડીને કહો એ ભાઈ શું આ કરે છે, પરંતુ આ દુનિયામાં એક હેરડ્રેસર એવો પણ છે, જે કુલ્હાડી અને હથોડાથી વાળ કાપે છે, અને એટલું જ નહિ તેને ત્યાં વાળ કપાવવા માટે ભીડ મોટી જામે છે.
આ હેરડ્રેસરનું નામ છે ડેનિલ ઈસ્તોમિન છે. આ રશિયાનો રહેવાસી છે. ડેનિલ ઈસ્તોમિન સાઈબેરિયાના દક્ષિણ-પશ્ચિમમાં સલૂન ચલાવે છે, અને તેને ત્યાં લોકો તેની કુલ્હાડીથી વાળ કપાવવા માટે આવે છે.
ખાસ વાત એ છે કે, મહિલાઓમાં તેની પાસે વાળ કપાવવાનો સૌથી વધુ ક્રેજ છે. ડેનીલનું કહેવું છે કે, તે કઈંક પોતાની લાઇફમાં કઈક અલગ કરવા માંગતો હતો, જેથી તેણે વાળ કાપવા માટે આ રીત અપનાવી.
ડેનિલ કહે છે કે, સૌ પ્રથમ તેણે વિચાર્યું કે આંખો પર પટ્ટી બાંધીને વાળ કાપવા, પછી વિચાર્યું બંને હાથમાં કાતર રાખી વાળ કાપુ પરંતુ બાદમાં કુલ્હાડીનો આઈડીયા વધારે ગમ્યો.
ડેનિલનું વધુમાં કહેવું છે કે, હવે તેને કુલ્હાડીથી વાળ કાપવામાં વધારે મજા આવે છે, તે કાતરની જગ્યાએ કુલ્હાડીથી વાળ કાપવાનું વધારે પસંદ કરે છે.
ડેનિલ જણાવે છે કે, કુલ્હાડીથી વાળ કાપવા માટે તેણે જ્યામિતિના કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે. તો છે ને આ મજેદાર હેરડ્રેસર.