અત્યારે લોકડાઉનના કારણે દરેક લોકો ઘરમાં બંધ છે ત્યારે ટીવી પર પણ કોરોના વાયરસના લોકડાઉનના કરાણે ટીવી શો નવા એપિસોડ આવતા નથી ત્યારે દૂરદર્શન પર રામાસાગરની રામાયણને બીજીવાર પ્રસારિત થતી સિરિયલ ‘રામાયણ’એ ટીઆરપીના તમામ રેકોર્ડ તોડીને ટોપ પોઝીશન મેળવી છે. વર્ષ 2020ના 14મા અઠવાડિયે દૂરદર્શન પર આવતી ‘રામાયણ’એ ટોચનું સ્થાન મેળવ્યું છે. ટોપ ફાઈવમાં ‘રામાયણ’ ઉપરાંત ‘મહાભારત’, ‘બંદિની’, ‘બાબા એસો વર ઢૂંઢો’ તથા ‘મહિમા શનિદેવ’ છે.
સતત ત્રીજા અઠવાડિયે દૂરદર્શન પ્રાઈવેટ ચેનલને પછાડીને ટોચ પર રહ્યું છે. 15મા અઠવાડિયા દૂરદર્શનને 26.80 લાખ ઈમ્પ્રેશન મળી છે. બીજા નંબર પર દંગલ ટીવી તથા ત્રીજા પર સોની સબ છે. 14મા અઠવાડિયે દૂરદર્શનને 19.46 લાખ ઈમ્પ્રેશન મળી હતી. દૂરદર્શન શહેરી તથા ગ્રામીણ બંને વિસ્તારોમાં ટોચના સ્થાને રહ્યું હતું.
પ્રસાર ભારતીએ થોડાં દિવસ પહેલાં જ એક ટ્વીટ કરીને દૂરદર્શન પર ટેલીકાસ્ટ થતી સિરિયલની વ્યૂઅરશિપના આંકડા જાહેર કર્યાં હતાં.
ગ્રામીણ તથા શહેરી વિસ્તારમાં અલગ-અલગ ટીઆરપી રિપોર્ટ બનાવવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારમાં ‘રામાયણ’ નંબર વન પર અને ‘મહાભારત’ ચોથા પર હતું. બીજા, ત્રીજા તથા પાંચમા સ્થાને દંગલ ચેનલની સિરિયલ ‘બાબા એસો વર ઢૂંઢો’, ‘શનિદેવ’ તથા ‘બંદિની’ હતાં. ગ્રામીણ વિસ્તારમાં ‘રામાયણ’ને 30 હજાર તથા ‘મહાભારત’ને 7 હજાર ઈમ્પ્રેશન મળી હતી. ગ્રામીણ વિસ્તારમાં પણ દૂરદર્શન ટોચ પર રહ્યું હતું.
શહેરી વિસ્તારની વાત કરીએ તો અહીંયા ગ્રામીણ વિસ્તાર કરતાં ‘રામાયણ’ સિરિયલ વધુ જોવામાં આવી છે. ‘રામાયણ’ 36 હજાર ઈમ્પ્રેશન સાથે ટોચ પર છે. બીજા નંબર પર ‘મહાભારત’ છે, જેને 11 હજાર ઈમ્પ્રેશન મળી હતી. સ્ટાર પ્લસ પર ટેલીકાસ્ટ થયેલી રાની મુખર્જીની ફિલ્મ ‘મર્દાની 2’ 3568 ઈમ્પ્રેશન સાથે ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાને દંગલ ચેનલની સિરિયલ ‘મહિમા શનિદેવ’ છે, જેને 2896 ઈમ્પ્રેશન હતી. પાંચમા સ્થાન પર દંગલ ચેનલની સિરિયલ ‘બાબા એસો વર ઢૂંઢો’ને 2798 ઈમ્પ્રેશન મળી હતી. શહેરી વિસ્તારમાં પણ દૂરદર્શન ટોચ પર છે.