કોરોના વાયરસને લઇને અત્યારે દેશભરમાં હાહાકાર મચી ગયું છે,ત્યારે થોડા જ સમયમાં જનરલ તથા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ પ્રિમિયર તથા પેમેન્ટ મોડમાં પરિવર્તન તેવી શકયતા છે. આ ઉપરાંત રાઇડર્સ તથા ડે કેર પ્રોસીજરની યાદી વિસ્તરિત થશે તથા તેમની પોલીસીઓ ઓછી જટીલ પ્રક્રિયામાંથી પસાર થશે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની એક દરખાસ્ત સર્ટીફિકેશનના આધાર પર સામાન્ય ફેરફારને મંજૂરી કરેલી પ્રોડકટમાં સુધારો કરવો શકય બનાવે છે.
વીમા નિયમનકારે સંભવિત ફેરફારોની એક યાદી કરી છે. તેમાં પ્રિમિયમની ચુકવણીના મોડમાં વધારા કે ઘટાડાનો સમાવેશ થાય છે. મૂળભૂત રીતે મંજૂર કરવામાં આવેલા પ્રિમિયરના દરમાં 15 ટકા સુધીનો ફેરફાર કરી શકાશે તથા અન્ય સહિત રાઇડર્સના ઉમેરાનો સમાવેશ થાય છે. વીમા કંપનીઓ કહે છે કે, આ બાબત તેમને તેમની પ્રોડકટને સુધારવામાં મદદ કરશે. તેઓ ગ્રાહકો તરફથી પ્રતિસાદના આધારે તેમની પ્રોડક્ટમાં સુધારો કરી શકશે. રોયલ સુંદરમ્ જનરલ ઇન્સ્યોરન્સના પ્રોડકટ હેલ્થ વિતરણ જેવા સુધારા પોલિસી હોલ્ડર્સ માટે વરદાન બનશે. હાલમાં આવા દરેક સુધારા માટે વીમા કંપનીએ ફાઇલિંગ લાંબી પ્રક્રિયા કરે છે. જેમાં ઘણો સમય બગડે છે.
આ દરખાસ્ત હેઠળ વીમા કંપનીને વધારે પેમેન્ટ મોડ ઓફર કરવા મંજૂરી જેમ કે, માસિક, ત્રિમાસિક વગેરે. એપોલો મ્યુનિક હેલ્થ ઇન્સ્યોરન્સના સીઓઓ ભાબતોષ મિશ્રાએ જણાવ્યું હતું કે, એન્યુઅલ પ્રિમિયમનું અપફ્રન્ટ પેમેન્ટ હેલ્થ ઇન્સ્યોરન્સના મેળવવામાં હતોત્સાહનો પ્રકાર છે. આ બાબત હેલ્થ ઇન્સ્યોરન્સને વધારે પોસાય તેવો બનાવશે. જોકે આ મુસદ્દો પ્રિમિયરની ચુકવણી કરવાના મોડને દૂર કરવાની પરવાનગી આપે છે. પરંતુ કોઇ પણ વિલોપનની નથી કેમ કે તેને કારણે પ્રીમીયમની ચુકવણી કરવી ઓછી પોસાય અને તે વીમા કંપનીના હિતમાં હોતું નથી. જેના માટે મંજુરી આપવામાં આવી શકે તેવા સુધારામાં વીમાની લઘુતમ તથા મહત્તમ રકમમાં ફેરફાર સમાવેશ થાય છે.
કેટલાક ગ્રાહક સુરક્ષા ચળવળકારો દ્વારા આ પગલાનો થઇ રહ્યો છે, જેઓ માને છે કે, વીમા કંપનીઓ આ જોગવાઇઓનો ઉપયોગ પોલીસીધારકોના હિતને ઘટાડવા માટે કરી શકે. પ્રિમિયમની રકમમાં 15 ટકાનો વધારો અથવા ઘટાડો કરવાની બાબતએ મુખ્ય ચિંતા છે. ગ્રાહક સુરક્ષા ચળવળકાર જહાંગીર ગાઇએ જણાવ્યું હતું કે, પ્રથમ તો માઇનોર અથવા મેજર એ અસ્પષ્ટ શરત છે. ઉદ્યોગ જે બાબત માઇનોર હોય તે ગ્રાહક માટે મેજર હોઇ શકે. ખાસ કરીને પ્રિમિયમના દરમાં ફેરફારોના સંદર્ભમાં ગ્રાહકોનું હિત જળવાય તેવી શકયતા ઓછી છે.
વય સાથે સંકળાયેલું માળખું તથા હેલ્થકેર ફૂગાવાને ધ્યાનમાં લઇએ તો વધારાની શકયતા વધારે છે. તેનો અર્થ એવો થયો કે પોલિસી હોલ્ડર્સે વારંવાર પ્રિમિયમની દરમાં વધારા માટે રાખવી પડશે પછી ભલે તેના પર મર્યાદા હોય. બીજી તરફ વીમા કંપનીઓ દલીલ કરે છે કે, કોઇ પણ પ્રિમીયમ પરિવર્તન પોલિસીધારકને વિપરીત અસર નહીં કરે.