શરીરમાં પોષક તત્વોની ઉણપ તેમજ પ્રદુષણની અસર ત્વચાની સાથે વાળ પર પણ જોવા મળે છે. જેના કારણે વાળ ડેમેજ થવાની સાથે બરછટ થવાની સમસ્યા સામાન્ય જોવા મળે છે. વાળ બરછટ થવાના કારણે તે ધીમે-ધીમે પાતળા અને ડ્રાય થવા લાગે છે અને તેનો ગ્રોથ પણ રોકાઇ જાય છે. આજે અમે તમને કેટલીક ટિપ્સ આપીશું. જેની મદદથી તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.
સ્ટાઇલિંગ પ્રોડક્ટનો ઓછો ઉપયોગ કરો:
વાળ પર સ્ટ્રેટનિંગ કે કર્લ મશીનનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઇએ. તેનાથી ન ફક્ત વાળ કમજોર થાય છે પરંતુ તે પ્રોડક્ટ્સ તમારા વાળની ચમક પણ ઓછી કરી દે છે.
ગરમ તેલથી મસાજ કરો:
ગરમ તેલથી કન્ડિશન કરવાથી બરછટ વાળ સારા થાય છે. જેના માટે કોઇપણ ગરમ તેલથી વાળની મસાજ કરો અને 15 મિનિટ માટે રાખી મૂકો. ત્યાર બાદ માઇલ્ડ શેમ્પુથી વાળને ધોઇ લો. આવું અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વખત કરો.
સમયસર કરાવો ટ્રિમિંગ કરો:
બરછટ વાળથી છૂટકારો મેળવવા માટે સમયસર ટ્રિમિંગ કરાવતા રહો. તેના માટે ત્રણ મહિનામાં ઓછામાં ઓછા 6એમએમ નીચેથી વાળને ટ્રીમ કરાવતા રહો. જેથી વાળ વધારે બરછટ ન થાય.
એલોવેરા જેલ માસ્ક લગાડો:
બરછટ વાળને દૂર કરવા માટે એલોવેરા માસ્ક પણ ખૂબ ફાયદાકારક હોય છે. એલોવેરા જેલમાં એક ચમચી લીંબુનો રસ અને બે ચમચી એરંડી તેલને મિક્સ કરીને વાળમાં લગાવી લો. અને 30 મિનિટ સુધી તેને રાખી મૂકો. ત્યાર પછી વાળને શેમ્પુથી ધોઇ લો.
નિયમિત કરો ઓઇલ મસાજ કરો:
બરછટ વાળનું સૌથી મોટું કારણ છે પોષણની ઉણપ. જેથી આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે નારિયેળ, બદામ કે ઓર્ગન ઓઇલથી નિયમિત રીતે મસાજ કરો. તેનાથી વાળને ભરપૂર પોષણ મળી શકે છે.