લોકડાઉન દરમિયાન તમે નવી નવી રેસિપી બનાવતા હોય છો.તો આજે કઇંક નવુ બનાવનો જે તમારા ઘરમાં બાળકોથી લઇ મોટા દરેકને ખૂબ પસંદ આવશે અને તેને બનાવવામાં સમય પણ નથી લાગતો.એ રેસિપી છે પારલેજી બિસ્કીટની કુલ્ફી. તેને બનાવવા માટે વધારે સમય પણ નથી લાગતો અને ઓછી સામગ્રીની જરૂર પડે છે.
Contents
સામગ્રી
- 1 બિસ્કીટનું પેકેટ
- 2 ચમચી ખાંડ
- 1 કપ દૂધ
- અડધો કપ ક્રીમ
- 1 ચમચી કોકો પાવડર
- વેનીલા એસેન્સ
- 1 ચમચી કોકો પાવડર
- વેનીલા એસેન્સ
બનાવવાની રીત
- એક પારલેજી બિસ્કીટનું પેકેટ લો. તેના ટૂકડા કરીને ગ્રાઈન્ડરમાં નાખો. હવે તેમાં 2 મોટી ચમચી ખાંડ ઉમેરો.
- એક કપ દૂપ અને અડધો કપ મલાઈ નાખો. હવે આ મિશ્રણમાં એક મોટો ચમચો કોકો પાવડર નાખો.
- હવે તેમાં થોડી ટીપાં વેનીલા એસેન્સના નાખો અને તમે ઈચ્છો તો ચોકો ચિપ્સ પણ નાખી શકો છો.
- ત્યારબાદ ગ્રાઈન્ડરમાં સારી રીતે આ બધી સામગ્રીને મિક્સ કરી લોટ.
- આ મિશ્રણને એક આઇસક્રીમના મોલ્ડમાં ભરો. 4 કલાક સુધી ફ્રિજમાં રાખો. તો તૈયાર છે બિસ્કીટ કુલ્ફી.