રાજ્યમાં કોરોના વાયરસને ભરડો લીધો છે, ત્યારે આ મહામારીને મ્હાત આપવા માટે લૉકડાઉનની જાહેરાત કરવામાં આવતા શાળા-કોલેજો બંધ છે. જો કે, શાળાઓમાં કેટલાક ધોરણોમાં વિદ્યાર્થીઓને અગાઉની પરીક્ષાના માર્ક જોઇને તેમને આગળના ધોરણમાં પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ, કોલેજના વિદ્યાર્થીઓને લઇને કેટલીક અસમંજસ હતી ત્યારે આજરોજ રાજ્ય સરકારે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય યથાવત રાખ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, યુનિ.ઓ હસ્તક કોલેજના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા યોજાશે. આ અંગેની આગળની કાર્યવાહી ટૂંક સમયમાં કરાશે તેમજ વિદ્યાર્થીઓને પણ જાણ કરવામાં આવશે.
ગુજરાતમાં તમામ યુનિવર્સિટીઓમાં પરીક્ષા બાબતે મહત્વનો નિર્ણય લેવાયો છે જેમાં ટાસ્કફોર્સ કમિટીની ભલામણો મુજબ માર્ગદર્શિકા જાહેર કરાશે. શિક્ષણમંત્રીએ ભૂપેન્દ્રસિંહે આ બાબતે સ્પષ્ટતા કરી હતી જેમાં જણાવાયું હતું કે કોલેજોની પરીક્ષા યોજાશે તેમ કહ્યું હતું. યુનિવર્સિટીઓ હસ્તક કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે અને ક્યારે તેમ જ કેવી રીતે લેવાશે તે અંગે નિર્ણય લેવા ટાસ્કફોર્સ કમિટીનું ગઠન કરાયું છે.