દેશમાં કોરોના વાયરસનું પ્રથમ પ્લાઝમા પરીક્ષણ સફળ રહ્યું છે. દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દી પર પ્લાઝમા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વેન્ટિલેટરમાંથી તેને હટાવ્યા પછી પણ તેની સ્થિતિ વધુ સારી છે. હોસ્પિટલે તાજેતરમાં પ્લાઝમા ટેક્નોલોજી ટ્રાયલ શરૂ કર્યું હતું. આ થેરાપીમાં કોરોનામાંથી સાજા થઈ ગયેલા લોકોનું પ્લાઝમા ચેપગ્રસ્ત વ્યક્તિને આપવામાં આવે છે. આ પ્રક્રિયા દેશમાં પહેલી વાર સફળ થતાં રાહતનો શ્વાસ લેવાઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર એક જ પરિવારના ઘણા લોકોને માંદગી બાદ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં બે વેન્ટિલેટર હતા. દરમિયાન વેન્ટિલેટર પરના એક દર્દીનું મોત નીપજ્યું હતું, બીજો વેન્ટિલેટર પર હતો. દિલ્હીના 49 વર્ષીય દર્દીની તપાસ કરવામાં આવી હતી. નિષ્ણાતોના મતે વ્યક્તિના લોહીમાંથી વધુમાં વધુ 800 મિલી પ્લાઝમા લઈ શકાય છે.
લોહી આપનાર દર્દી પણ ઝડપથી થયો સાજો
દર્દીના શરીરમાં એન્ટિબોડીઝ ઇન્જેક્ટ કરવા માટે કોરોના પ્લાઝમાના 200 મીલીલીટર ચઢાવવામાં આવે છે. મેક્સ હોસ્પિટલના ડિરેક્ટર ડો.સંદીપ બુધિરાજાએ જણાવ્યું કે પ્લાઝમા ટેકનોલોજી સારવારમાં અસરકારક સાબિત થઈ છે. લોહી આપનાર દર્દી ત્રણ અઠવાડિયા પહેલા સાજો થઈ ગયો છે.
આ થેરાપીમાં કોરોનાથી સાજા થયેલા દર્દીના લોહીનો ઉપયોગ થાય છે. આ થેરાપીથી દક્ષિણ કોરિયાને સફળતા મળી છે. અહીં બે લોકો પર આ થેરાપીનો ઉપયોગ કરાયો છે. દક્ષિણ કોરિયાને સારા પરિણામ મળી રહ્યા છે. કોરોનાથી સાજા થયેલા વ્યક્તિના લોહીમાંથી એન્ટીબોડી લેવાયા અને એન્ટીબોડીનો ઉપયોગ કોરોનાગ્રસ્ત દર્દી પર કરાયો. કોરોનાગ્રસ્ત દર્દીની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો છે. બ્લડ પ્લાઝમા 100 વર્ષથી પણ વધુ જૂની થેરાપી છે
1918માં ફ્લૂ, ચેચક, નિમોનિયા અન્ય કેટલાય સંક્રમણ આ પધ્ધતિ કામ આવી છે. હવે તે કોરોનાની સારવારમાં કામમાં આવી રહી છે.