ગુજરાતમાં આજથી લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપવામાં આવી રહી છે પરંતુ કોરોનાએ અમદાવાદ, સુરતને જાણે બાનમાં લીધુ હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.
ત્યારે રાજ્યમાં ત્રણ શહેરોમાં કર્ફ્યૂની સમય મર્યાદા આવતીકાલે પૂર્ણ થવાની હોવાથી તેને હવે લંબાવી દેવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત અને રાજકોટના હોટસ્પોટ વિસ્તારમાં કર્ફ્યૂને 24 તારીખ સુધી લંબાવી દેવામાં આવ્યુ છે. 24 તારીખ સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ હવે યથાવત રહેશે.
રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે, ત્રણેય શહેરોમાં જે જગ્યાએ હોટસ્પોટ જાહેર કરાયા છે અને જ્યાં કર્ફ્યૂ લદાયેલા છે ત્યાં 24 એપ્રિલના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રહેશે.