ઇઝરાયલ અને ગાઝા વચ્ચે શરૂ થયેલા યુદ્ધવિરામ વચ્ચે, હમાસ આજે કુલ 8 બંધકોને મુક્ત કરશે, જેમાં 3 ઇઝરાયલીઓનો સમાવેશ થાય છે. ગુરુવારે થનારા બંધકોના મુક્તિ કાર્યક્રમના ભાગ રૂપે, હમાસ ત્રણ ઇઝરાયલી નાગરિકોને મુક્ત કરશે, જેમાં બે મહિલાઓ અને એક 80 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે, એમ ઇઝરાયલી અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. આ ઉપરાંત થાઈલેન્ડના પાંચ બંધકોને પણ મુક્ત કરવામાં આવશે. આમ હમાસ આજે કુલ 8 બંધકોને મુક્ત કરશે. બદલામાં, ઇઝરાયલ સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરશે.
૧૯ જાન્યુઆરીએ ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ અમલમાં આવ્યો ત્યારથી બંધકોને મુક્ત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે હમાસ દ્વારા આજે મુક્ત કરાયેલા બંધકોમાં ઇઝરાયેલી મહિલાઓ, આર્બેલ યહુદ (29) અને અગમ બર્જર (19) અને એક પુરુષ, ગાડી મોઝેસ (80)નો સમાવેશ થાય છે.
ઇઝરાયલ ઉપરાંત, હમાસ થાઇલેન્ડના 5 નાગરિકોને પણ મુક્ત કરશે. જોકે, અધિકારીએ જાહેર થાઈ નાગરિકોના નામ જાહેર કર્યા નથી. આ મુક્તિ ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામનો એક ભાગ છે જેમાં પેલેસ્ટિનિયન પ્રદેશમાં રાખવામાં આવેલા ડઝનબંધ બંધકો અને ઇઝરાયલ દ્વારા રાખવામાં આવેલા સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવશે. આજે યુદ્ધવિરામનો ૧૧મો દિવસ છે.