ગોરી અને હેલ્ધી સ્કિન કોને ના ગમે? ચહેરો આપણાં વ્યક્તિત્વનું દર્પણ હોય છે. એમાંય આજકાલ લોકો ગોરા રંગ પાછળ કંઈપણ કરવા તૈયાર છે. નિતનવા અખતરા કરીને ગોરી સ્કિન મેળવવા મથે છે. પણ હકીકતમાં ગોરી સ્કિન તમે બહુ જ સરળતાથી મેળવી શકો છો. તો આજે અમે તમને એવી ખાસ ટિપ્સ જણાવીશું, જેનો ઉપયોગ કરીને લોકડાઉનમાં તમારા ચહેરાની રંગત નિખારી શકો છો.
કોફી
કોફીની અંદર મધ અને કોકો પાવડર અને લીંબુ મિક્સ કરી ચહેરા પર લગાવવાથી ચહેરોનો રંગ ઉઘડે છે.અને ચહેરો એક સોફ્ટ અને શાઇનિ બને છે.
ઓરેન્જ
ઓરેન્જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનેકગણું લાભકારી છે. સાથે જ અત્યારે જ્યારે કોરોનાનો ચેપ ફેલાયો છે ત્યારે રોજ ઓરેન્જ ખાવું જોઈએ અથવા તો તેનો જ્યૂસ પીવો જોઈએ. પણ શું તમે જાણો છો કે આપણી સ્કિન માટે પણ ઓરેન્જ અત્યંત ગુણકારી છે. સપ્તાહમાં 3વાર ઓરેન્જ જ્યૂસમાં મધ મિ્કસ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરોનો રંગ ઉઘડે છે.
પપૈયા
પપૈયુ આપણાં પેટ માટે વરદાન માનવામાં આવે છે. સાથે જ સ્કિનને હેલ્ધી રાખવા અને રંગત નિખારવા માટે પણ પપૈયાનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે પાકેલાં પપૈયાની પેસ્ટમાં મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. પછી જુઓ તમારા ચહેરા પર કેવી ચમક આવે છે.
કેળા
કેળામાં ભરપૂર માત્રમાં વિટામિ એ, બી અને ઘણાં મિનરલ્સ હોય છે. રોજ એક કેળુ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. પણ શું તમે જાણો છો કે, સ્કિનને હેલ્ધી રાખવા માટે કેળુ કારગર છે. જી હાં, કેળા ખાવાથી તો લાભ થાય જ છે, પણ સાથે કેળાને મેશ કરી તેમાં થોડું મધ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી પણ રંગ નિખરે છે.