દેશ અને દુનિયામાં કોરોના વાયરસના કરાણે લોકડાઉન છે ત્યારે ઘરવખરી ખરીદવી પણ મુશ્કેલ બની ગયું છે,ત્યારે શિકાગોના સાઉથ લૂપસ્થિતના એક ગ્રોસરી સ્ટોરનો એક ચોકાંવનારો કિસ્સો જોવા મળ્યો.
શિકાગોના સાઉથ લૂપસ્થિત મરીના ગ્રોસરી સ્ટોરમાંથી ૯૧ ડૉલર અંદાજે ૬૯૦૦ રૂપિયા જેટલી કિંમતનો કરિયાણાનો સામાન લઈને ઘરે પહોંચેલા નિક બ્લાનુશાને ખ્યાલ આવ્યો કે સ્ટોરવાળાએ તેમની પાસેથી લગભગ ૧૧,૫૦૦ ડૉલર અંદાજે ૮.૮૦ લાખ રૂપિયા લીધા છે.
તેણે પોતાના ડેબિટ કાર્ડ વડે સ્ટોરના બિલની રકમ ચૂકવી હતી અને રસીદ પર સહી કરતી વખતે પણ ખ્યાલ ન આવ્યો અને ઘરે જઈને બૅન્ક-અકાઉન્ટમાં બૅલેન્સ તપાસ્યું તો ઠન ઠન ગોપાલ થઈ ગયાનો ખ્યાલ આવ્યો હતો. નિક બ્લાનુશાએ સ્ટોરના મૅનેજરને એ વાત જણાવી ત્યારે તેણે કહ્યું કે વધારેની રકમ પાછી ચૂકવતાં પાંચેક દિવસો પસાર થશે. કંપનીએ ભૂલ કેવી રીતે થઈ એનું કારણ ન જણાવ્યું, પણ માફી માગતું નિવેદન બહાર પાડ્યું હતું.