દેશ અને દુનિયા કોરોના વાયરસની મહામારીમાં સપડાયું છે.ત્યારે ભારત સરકાર દ્વારા લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને કોરોના સંક્રમણમાં ન સપડાય તે માટે પગલાં લઈ રહ્યું છે. ડોર ટુ ડોર ઉકાળો અને હોમિયોપેથીક દવા અપવાનું ચાલુ કર્યું છે.જોકે ઉકાળાના કારણે લોકોની રોગપ્રતિકાર શક્તિ મજબૂત બને છે..ત્યારે લોકો પોતાના ઘરે પણ ઉકાળો કરીને પી શકે છે.
ઉકાળો બનાવવાની રીત
- 1 લીટર પાણી
- 25 નંગ તુલસી પાન
- 1 / 2 ચમચી ગળો
- 1 / 2 ચમસી સુંઠ કે આદુ
- 1 /2 ચમચી હળદર
- 1/2 ચમચી અજમો
- 10 નંગ મરી
- 1/2 ચમચી ગોળ
તમામ વસ્તુઓ મિક્સ કરીને 3 ભાગ પાણી બળે ત્યાં સુધી ઉકાળવું ત્યાર બાદ ગાળીને હુંફાળું ગરમ પીવું.જેના કારણે ફાયદો થશે.