કોરોના વાયરસ સાથે જોડોયલી અફવાઓને લઈ વારંવાર લોકોને સાવધાન કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયાથી લઈને ફોરવર્ડેડ મેસેજ પર તેના સાથે જોડાયેલી અનેક ખોટી વાતો આવતી રહે છે. હવે ઇન્ટરનેટ પર વધુ એક અફવા ઝડથી ફેલાઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે AC થી કોરોના વાયરસ ફેલાય છે. વોટ્સએપ ઉપર પણ આવા પ્રકારના મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યા છે તો જો તમે પણ આ વાતને લઈ અસમંજસમાં છો કે શું સાચે જ ACથી કોરોના વાયરસ ફેલાય છે કે નહીં તો આવો જાણીએ તેની પાછળનું સત્ય.
PIB દ્વારા કરવામાં આવેલા ફેક્ટ ચેકથી આ દાવાથી અંગે કેટલીક જાણકારી સામે આવી છે. PIBના ઓફિશિયલ ફેક્ટ ચેક એકાઉન્ટમાં લખ્યું છે,‘ગરમીમાં ઠંડક માટે ACનો ઉપયોગ નહીં કરવો જોઈએ. તેનાથી કોરોના વાયરસ ફેલાય છે.
તેની સાથે જ PIBએ એક વીડિયો પણ શૅર કર્યો છે. જે સેગમેન્ટમાં આ દાવાને લઈ હકકીત જણાવવામાં આવી છે. વીડિયોમાં ડૉક્ટરને પૂછતાં તેઓએ જણાવ્યું કે, ઘરમાં Window AC ચલાવવામાં કોઈ મુશ્કેલી નથી. પરંતુ હૉસ્પિટલ જેવા સ્થળોએ જ્યાં સેન્ટ્રલાઇઝ્ડ AC ચલાવવામાં મુશ્કેલી થઈ શકે છે, જ્યાં કોરોના વાયરસનો એક પણ વ્યક્તિ હાજર હોય.
શું ગરમીથી ખતમ થઈ જાય છે કોરોનાનો ખતરો?
આ ઉપરાંત વધુ એક દાવો કરવામાં આવી રહ્યો છે કે વધુ ગરમી પડવાથી કોરોના વાયરસની અસર ખતમ થઈ જશે. તો તે અંગે ડૉક્ટરોએ જણાવ્યું કે જ્યાં સુધી વાત કરવામાં આવી છે કે ગરમીથી કોરોના વાયરસ ખતમ થાય છે તો તેને લઈને હાલ કોઈ સ્ટડી સામે નથી આવી