સરકારે કોરોના વાયરસના સંકટની વચ્ચે લોકોને બચાવવા માટે 24 માર્ચથી લૉકડાઉન જાહેર કર્યું હતું. આ સંકટથી તેમને બહાર કાઢવા માટે સરકાર હવે કેટલીક સેવાઓ અને કેટલાક કામકાજને ફરીથી શરૂ કરવાનું નક્કી કર્યું છે. તમામ કામકાજ ગાઈડલાઈન અનુસાર જ ચાલુ થશે. આવતીકાલથી એટલે કે 20 એપ્રિલથી જાણો કયા કામકાજ ફરીથી શરૂ કરવામાં આવશે.
સરકારે આ સેવાઓ અને પ્રવૃત્તિઓથી સંબંધિત નવી સૂચિ બહાર પાડી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે કોરોના ચેપગ્રસ્ત વિસ્તારોમાં જે બાબતોને મંજૂરી આપવામાં આવી નથી તેમાં આયુષ, કૃષિ અને બાગાયતી પ્રવૃત્તિઓ, માછીમારી, વાવેતરની પ્રવૃત્તિઓ અને પશુપાલન સહિતની આરોગ્ય સેવાઓનો સમાવેશ આ સૂચિમાં કરવામાં આવ્યો છે.
આવતીકાલથી લાગૂ પડશે
નવી સૂચિમાં 20 એપ્રિલથી દેશના ઘણા ભાગોમાં આરોગ્ય સેવાઓ, ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ, માછીમારી અને પશુપાલન પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે. આ સાથે, ચા, કોફી અને રબરના વાવેતરમાં મહત્તમ 50 ટકા મજૂરો સાથે કામ કરી શકાશે.
મનરેગા અંતર્ગત કામ કરવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ સામાજિક અંતર અને માસ્ક પહેરવાના નિયમોનું પાલન કરવું પડશે. વીજળી, પાણી અને ગેસ જેવી જાહેર ઉપયોગિતાની વસ્તુઓનું સંચાલન ચાલુ રહેશે. રાજ્યો વચ્ચે અને રાજ્યની અંદર માલની અવરજવરની છૂટ આપવામાં આવશે.
બાંધકામ ક્ષેત્રના કામ શરૂ થવા દેવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઓફિસો પણ 20 એપ્રિલથી ખુલી જશે.
નાણાકીય અને સામાજિક સેવાઓ ક્ષેત્ર, ખાનગી સંસ્થાઓ જેવી કે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા, જેવી નાની સંસ્થાઓ, નાના ઢાબાને પણ આ સૂચિમાં રાખવામાં આવ્યા છે.
સરકારે ચેતવણી આપી છે કે આ પ્રવૃત્તિઓને મંજૂરી આપવાનો મતલબ છે કે લોકોની મુશ્કેલીઓ ઓછી થાય, પરંતુ હાલના માર્ગદર્શિકાઓને અનુસરીને જ આ બાબતોની સ્વીકૃતિ થશે. સરકારે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કચેરીઓ, કાર્યસ્થળો અને ફેક્ટરીઓમાં પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાઓનું પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.
કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે શનિવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે ભારતમાં 20 એપ્રિલ, 2020 થી શરૂ થનારી પ્રવૃત્તિઓ અને સેવાઓની સૂચિ જાહેર કરી છે. જો કે, તેમણે કહ્યું કે આ ઓપરેશન કોરોના વાયરસ સંક્રમિત વિસ્તારોમાં હાથ ધરવામાં આવશે નહીં.