નવરાત્રી શરૂ થઈ રહી છે. અને નવરાત્રીની સૌ કોઈ કાગડોળે રાહ જોઇને બેઠું હોય છે. તેમજ આ અવસરે ઘણા લોકો વ્રત ઉપવાસ રાખે છે. જો તમે પણ વ્રત રાખી રહ્યા છે તો ફળાહાર કઈક એવા લો જેનાથી તમારા શરીરમાં નબળાઈ ન આવી જાય. અને તમે મોજથી ગરબે ગુમી શકો. તો ચાલો શું છે આ ડાઈટ પ્લાન
કેળા: કેળા એનર્જી બૂસ્ટરનુ કામ કરે છે. અને વ્રતમાં થાક થતા બચાવે છે.
મૌસબી: વ્રતના આ મૌસમમાં સંક્રામક રોગ થવા એ સામાન્ય બાબત છે. પણ આપણે સજાગ રહેવું જરૂરી છે. માટે એ દ્રષ્ટિએ વિટામિન સી ભરપૂર લેવુ જોઈએ. કેમેકે વિટામિન સી મૌસબી સંક્રમણથી બચાવે છે.
પપૈયુ: વ્રતના સમયે આ ફળ ખાવાથી પેટ સાફ થઈ જાય છે . તેમજ વ્રતમાં થતી ગેસની તકલીફથી બચાવે છે.
છાશ: પાણીની ઉણપ ન થાય એના માટે સિંધાલૂણ નાખી છાશ પીવો . અને હા જે લોકો બલ્ડ પ્રેશર કે કેંસરથી ગ્રસિત છે એના માટે આ ફાયદાકારી છે.
બટાટા: બાફેલા કે શેકેલા બટાટા પોટેશિયમના પ્રભાવી સ્ત્રોત છે. અને બટાકા રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે.
સાબૂદાણા: વ્રતમાં સાબુદાણાની ખીચડી સૌથી વધુ પ્રખ્યાત છે. પણ શું તમને ખબર છે સાબુદાણા શરીરમાં એકત્ર થયેલ વધારાનું પાણી કાઢવનું કામ કરે છે. અને આ કિડનીની સફાઈ પણ કરે છે.
નારિયળ પાણી: નારિયેળ પાણી પીવું કોને ના ગમે. નારિયેળનું પાણી શરીરમાં વ્રતના સમયે ઈલેક્ટ્રોલાઈટ અસંતુલનને ઘટાડવાનું કામ કરે છે.