બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં નવો ઈતિહાસ રચાયો છે. ઓસ્ટ્રેલિયાએ સિડની ટેસ્ટમાં ભારતને બે વિકેટથી હરાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 3-1થી જીતીને મોટો રેકોર્ડ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 10 વર્ષ સુધી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ સતત બીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં જગ્યા બનાવી છે, જ્યાં હવે તેનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. WTC ફાઇનલ મેચ 11 થી 15 જૂન દરમિયાન લોર્ડ્સમાં રમાશે.
ઓસ્ટ્રેલિયાએ સીરીઝ જીતતાની સાથે જ BGTમાં ટીમ ઈન્ડિયાની જીતનો સિલસિલો સમાપ્ત થઈ ગયો. ભારતે સતત 4 વખત આ ટ્રોફી પર કબજો કર્યો હતો પરંતુ આ વખતે ઓસ્ટ્રેલિયાએ જીત મેળવીને મોટી સિદ્ધિ મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ છેલ્લે વર્ષ 2014-15માં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ સતત 4 વખત આ ખિતાબ જીત્યો પરંતુ આ વખતે તેનું ટ્રોફી જાળવી રાખવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં છઠ્ઠી વખત શ્રેણી જીતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ આ શ્રેણી 10 વખત જીતી છે.
ઓસ્ટ્રેલિયાએ 10 વર્ષ બાદ ઇતિહાસ રચ્યો છે
ટીમ ઈન્ડિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં જીત સાથે શરૂઆત કરી હતી. ભારતે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ 295 રને જીતી હતી. આ પછી એડિલેડમાં રમાયેલી ડે-નાઈટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. ગાબા ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી. BGT 2024-45ની છેલ્લી બે મેચો જીતીને, ઓસ્ટ્રેલિયા 5 મેચની શ્રેણી 3-1થી જીતવામાં સફળ રહ્યું. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ટેસ્ટમાં 184 રનથી જીત મેળવી હતી જ્યારે સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. સિડનીમાં રમાયેલી શ્રેણીની છેલ્લી અને 5મી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 185 રન બનાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાને 184 રનમાં આઉટ કરી દીધું હતું અને 4 રનની લીડ મેળવી હતી. બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા માત્ર 157 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 162 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે 4 વિકેટ ગુમાવીને સરળતાથી મેળવી લીધો હતો. ટ્રેવિસ હેડ 34 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો અને નવોદિત બેઉ વેબસ્ટરે 39 રન બનાવ્યા હતા.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી વિજેતા
- 2014 – ઓસ્ટ્રેલિયા
- 2017 – ભારત
- 2018 – ભારત
- 2020 – ભારત
- 2023 – ભારત
- 2025 – ઓસ્ટ્રેલિયા*