કોરોના વાયરસ સંક્રમણના કારણે દુનિયામાં લોકડાઉન ચાલી રહ્યો છે. જરૂરી સેવાઓને છોડીને તમામ વસ્તુઓ બંધ છે. ત્યારે અનેક કંપનીઓએ તેમના કર્મચારીઓને વર્ક ફોર્મ હોમ કરવાનું સૂચન કર્યું છે. જો કે વર્ક ફોર્મ હોમ કરવાથી અનેક લોકોને સ્વાસ્થયને લગતી સમસ્યાઓ થઇ રહી છે. ખાસ કરીને કમરના દુખાવા જેવી સમસ્યાઓ સામે આવી છે. ઘરમાં કામ કરવાથી પીઠ, ખભા દુખવા, આંખો બળવી, માથું ભારે લાગવા જેવી સમસ્યા લોકોને આવી રહી છે.
વર્ક ફોર્મ હોમની આ મુશ્કેલીઓને જોતા વિશ્વ સ્વાસ્થય સંગઠન દ્વારા થોડાક સૂચન કરવામાં આવ્યા છે.
વર્ક ફોર્મ હોમ દરમિયાન લાંબા સમય સુધી એક પોઝિશનમાં ના બેસો. આના કારણે કમરના દુખાવાની સમસ્યા આવી સકે છે. સાથે દર કલાકે કે અડધો કલાકે ઓછામાં ઓછા 3 મિનિટ માટે ઊભા થાવ અને થોડું શરીરને સ્ટ્રેચ કરો.
લાંબા સમય સુધી કમ્પ્યૂટર સ્ક્રીન જોવાથી આંખો દુખી શકે છે. માટે કોમ્પ્યૂટરથી યોગ્ય દૂરી બનાવી રાખો. અને થોડા થોડા સમયે 15 કે 20 મિનિટ માટે હાથ રગડીને આંખો પર થોડીવાર લગાવો. આમ કરવાથી આંખાના દુખાવાની સમસ્યામાં રાહત મળશે.
સાથે જ શરીરને એકટ્વિ રાખવા માટે સવારે સીડી ચડવા ઉતરવાનું રાખો. થોડી હળવી કસરતો સવારે કરો જેથી શરીરને સ્ટ્રેચિંગ મળી રહે. તમારા મન ગમતા મ્યુઝિક પર કસરત કરવાનું રાખો. વર્ક ફોર્મ હોમ દરમિયાન જ્યારે સમય મળે ત્યારે સ્ટ્રેચ કરો. પાણી પણ પૂરતી માત્રામાં પીતા રહો.