ન્યુઝીલેન્ડની ટીમ શ્રીલંકા સામે વનડે અને ટી20 સીરીઝ રમવાની છે અને હવે આ માટે ન્યુઝીલેન્ડની બંને ટીમોની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન મિશેલ સેન્ટનરના હાથમાં છે. પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ન્યૂઝીલેન્ડ માટે આ સિરીઝ ઘણી મહત્વની રહેશે. જ્યાં તે તૈયારીઓને આખરી ઓપ આપવા માંગે છે. ફૂટ ટાઇમ કેપ્ટન બન્યા બાદ સેન્ટનરનો આ પ્રથમ પ્રવાસ હશે.
બેવોન જેકોબ્સ લોટરી
બેવોન જેકોબ્સને ન્યૂઝીલેન્ડની ટી-20 ટીમમાં પ્રથમ વખત તક મળી છે. તેણે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કર્યું છે અને તે શાનદાર ફોર્મમાં છે. તેની પાસે પાવર હિટિંગ ક્ષમતા પણ છે. અત્યાર સુધીમાં તેણે 4 ફર્સ્ટ ક્લાસ મેચમાં 287 રન અને 12 લિસ્ટ-A મેચમાં 130 રન બનાવ્યા છે. જ્યારે જરૂર પડે ત્યારે તે મોટી ઇનિંગ્સ રમી શકે છે. તેની ક્ષમતા જોઈને મુંબઈ ઈન્ડિયન્સની ટીમે તેને આઈપીએલ 2025ની મેગા ઓક્શનમાં 30 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો અને તે ન્યૂઝીલેન્ડ માટે પણ રમવા માટે તૈયાર છે.
પસંદગીકાર સેમ વેલ્સે અભિનંદન પાઠવ્યા હતા
ન્યુઝીલેન્ડ ટીમના પસંદગીકાર સેમ વેલ્સે જેકોબ્સને ટીમમાં પસંદગી કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેણે કહ્યું કે બેવોન અને તેના પરિવાર માટે આ રોમાંચક સમય છે. તે પ્રતિભાશાળી ખેલાડી છે અને અમે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોકલવા માટે ઉત્સાહિત છીએ. તેણે લાંબા ફોર્મેટમાં બતાવ્યું છે કે તેની પાસે સારી ટેકનિક અને સ્વભાવ છે.
વિલ ઓ’રોર્કેને આરામ આપવામાં આવશે
યુવા વિકેટકીપર મિચ હેને ODI અને T20 બંને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ODI શ્રેણીમાં તેને વિકેટકીપિંગ કવર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. કારણ કે ટોમ લાથમ વનડેમાં મુખ્ય વિકેટકીપર હશે. વિલ ઓ’રર્કે, વિલ યંગ અને લાથમને જ ODI ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે જેકોબ્સ, ફોલ્કેસ અને રોબિન્સનને જ T20 ટીમમાં જગ્યા મળી છે. વિલ ઓ’રર્કેને ટી20 ટીમમાંથી આરામ આપવામાં આવ્યો છે. કારણ કે તેણે ભારત, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામેની શ્રેણીની તમામ 8 ટેસ્ટ મેચોમાં ભાગ લીધો હતો.
ન્યુઝીલેન્ડની ODI અને T20 ટીમ
મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, જેકબ ડફી, મિચ હે, મેટ હેનરી, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, નાથન સ્મિથ, ટિમ રોબિન્સન (માત્ર T20), વિલ યંગ (માત્ર ODI), વિલ ઓ’ રૂર્કે (માત્ર ODI), બેવોન જેકોબ્સ (માત્ર T20), ટોમ લાથમ (માત્ર ODI), જેક ફોલ્કેસ (ફક્ત T20).