નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગુજરાતની અમદાવાદ ગ્રામીણ પોલીસ સાથે મળીને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલને પકડી પાડ્યું છે. NIAએ પોલીસની મદદથી આદિલ વેપારી નામના વ્યક્તિની ધરપકડ કરી છે. જૈશ-એ-મોહમ્મદના કટ્ટરપંથી મોડ્યુલને તોડી પાડવા માટે તપાસ એજન્સીએ બુધવારે દેશના પાંચ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા.
શકમંદ ઓનલાઈન મેમ્બર છે
પોલીસના જણાવ્યા મુજબ NIA અને પોલીસની કાર્યવાહીમાં ઝડપાયેલો આદિલ વેપારી નામનો વ્યક્તિ વિરમગામનો રહેવાસી છે. વિરમગામ અમદાવાદમાં જ આવે છે. તે સાણંદ તાલુકાના ચેખલા ગામે મદરેસા અને મસ્જિદમાં નોકરી કરતો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ શકમંદ એક ઓનલાઈન કટ્ટરપંથી જૂથનો સભ્ય છે. ગુજરાતમાં આ પહેલા પણ સુરક્ષા એજન્સીઓએ અન્ય આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા શકમંદોની ધરપકડ કરી છે.