બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની સરકારનો અત્યાચાર ચાલુ છે. આ દરમિયાન વિશેષ અદાલતે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના ભાષણો પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઓગસ્ટમાં દેશમાં ભારે વિરોધ બાદ શેખ હસીનાની હકાલપટ્ટી કરવામાં આવી હતી. પીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમણે ભારતમાં આશરો લીધો હતો. હસીનાએ ન્યૂયોર્કમાં તેમની અવામી લીગ પાર્ટીના સમર્થકોને વર્ચ્યુઅલ સંબોધનમાં પોતાનું પ્રથમ જાહેર ભાષણ આપ્યાના એક દિવસ બાદ આ નિર્ણય આવ્યો છે.
શેખ હસીનાએ બાંગ્લાદેશના વચગાળાના નેતા, નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસ પર નરસંહાર કરવાનો અને લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ જવાનો આરોપ મૂક્યો હતો. જુલાઇ અને ઓગસ્ટમાં મોટા પાયે થયેલા બળવો બાદ શેખ હસીનાએ રાજીનામું આપ્યું હતું અને પદભ્રષ્ટ થયા બાદ ભારત પરત ફર્યા હતા. આ પ્રદર્શનમાં સેંકડો વિરોધીઓ માર્યા ગયા અને હજારો ઘાયલ થયા. આ મૃત્યુ માટે શેખ હસીનાને જવાબદાર ઠેરવતા તેમની સામે અનેક કેસ નોંધાયા છે.