અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસમાં બહુ ઝડપથી વધારો થઈ રહ્યો છે…. ત્યારે પરિસ્થિતિ વધારે કથળશે એવી આશંકા ખૂદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે… ગુજરાતના ધારાસભ્ય તેમજ અધિકારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવતા ફફડાટ ફેલાયો છે. ત્યારે આ મુદ્દે નીતિન પટેલે નિવેદન આપ્યુ હતુ.
તેમણે જણાવ્યું કે, જેમ જેમ ટેસ્ટની સંખ્યા વધે છે તેમ કેસની સંખ્યા વધે છે. રાજ્યમાં કોરોના ટેસ્ટની સંખ્યા વધારાઈ છે. પોઝિટિવના સંપર્કમાં આવ્યા તેઓ પણ પોઝિટિવ આવી રહ્યા છે. અધિકારીઓની વાત સાચી છે. અધિકારીઓએ કહ્યુ છે દરરોજ 100 કેસ આવી શકે છે.
સરકારી કામગીરીમાં જોડાયેલા સ્ટાફને માસ્ક આપવામાં આવે છે…મહત્વનું છે કે, રાજ્યમાં કોરોનાના કેસ હવે 1000ના આંકડાને પાર કરવાની નજીક છે. તેવી સ્થિતિમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તે પણ જરુરી બન્યું છે.