ED મુંબઈ અને ઉત્તર પ્રદેશમાં લગભગ 15 સ્થળો પર સર્ચ કરી રહી છે. તપાસ મોબાઈલ એપ્લીકેશન અને અન્ય માધ્યમો દ્વારા અશ્લીલ સામગ્રીના કથિત વિતરણમાં શકમંદોની ભૂમિકા સાથે સંબંધિત છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોબાઈલ એપ્સ દ્વારા અશ્લીલ સામગ્રીના નિર્માણ અને પ્રસાર સાથે સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાના ઘર અને ઓફિસો પર દરોડા પાડ્યા હતા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર EDએ શુક્રવારે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને કેટલાક અન્ય લોકોના ઘર પર દરોડા પાડ્યા હતા. મુંબઈ અને ઉત્તર પ્રદેશમાં લગભગ 15 સ્થળોએ સર્ચ કરવામાં આવી રહ્યું છે. તપાસ મોબાઈલ એપ્લીકેશન અને અન્ય માધ્યમો દ્વારા અશ્લીલ સામગ્રીના કથિત વિતરણમાં શકમંદોની ભૂમિકા સાથે સંબંધિત છે.