હિન્દુ ધર્મમાં જેટલુ લગ્નનું મહત્વ છે એટલુ જ તેની સાથે જોડાયેલી વસ્તુઓનું છે,હિન્દુ ધર્મમાં પરણિત મહિલાએ મંગળસૂત્ર પહેરવા અંગે ખાસ માન્યતા છે. પરણિતા માટે મંગળસૂત્ર તેમનાં સુહાગન હોવાની નિશાની છે. આપણા પુરાણોમાં મંગળસૂત્ર પહેરવાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, ચાલો તેના પર એક નજર કરીએ.
જે રીતે પરણિત મહિલાઓ સેથામાં સિંદુર, પગની આંગળીઓમાં વીંછીયા અને હાથમાં બંગડી પહેરે છે. તે તેમનાં સુહાગની નિશાની કહેવાય છે તે જ રીતે આ તમામથી વિશેષ મહત્વ મંગળસૂત્રનું હોય છે. પરણિત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે મંગળસૂત્ર ધારણ કરે છે તથા તે તેમના વિવાહીત જીવનને ખરાબ નજરથી બચાવે છે.
કપ આકારનું મંગળસૂત્ર-
બજારમાં અનેક પ્રકારના મંગળસૂત્ર મળે છે પરંતુ પારંપારિત અને ખાસ કરીને મરાઠી લોકોમાં કપ આકાર વાળું મંગળસૂત્ર પહેરવાનું મહત્વ હોય છે. આ આકારના મંગળસૂત્ર સાત્વિક ગુણોથી ભરેલું હોય છે. જેને શિવ-શક્તિનું પ્રતીક પણ માનવામાં આવે છે. જે એક બીજાના પૂરક હોય છે
મંગળસૂત્રના કાળા મોતી-
દરેક મંગળસૂત્રનું નિર્માણ કાળા મોતી અને સોનાની સાથે કરવામાં આવે છે. કાળો રંગ ખરાબ નજરથી રક્ષા કરવા માટે હોય છે આ કારણથી મંગળસૂત્રમાં કાળા મોતીનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી દાંપત્ય જીવનને કોઇની ખરાબ નજર ન લાગે.
મંગળસૂત્ર કાઢવું વર્જિત-
લગ્નના સમયે જ્યારે પતિ દ્વારા પત્નીને મંગળસૂત્ર પહેરાવવામાં આવે છે તો તે પછી તેને ક્યારેપણ નીકાળવું ન જોઇએ. જ્યારે કોઇ અનહોની થાય છે ત્યારે જ તેને ઉતારવામાં આવે છે. જો કોઇ કારણથી મંગળસૂત્ર કાઢવું પડે તો તેની જગ્યાએ કાળો દોળો ગળામાં પહેરી લેવો જોઇએ.
મંગળસૂત્રમાં સોનાનું મહત્વ-
દરેક મંગળસૂત્રમાં સોનું જરૂરત મુજબ હોય છે જ્યોતિષ શાસ્ત્રનું માનવું છે કે સોનું ગુરુ ગ્રહની અસરને ઓછું કરે છે જે પરણિત જીવનમાં સુખ સમૃદ્ધિ અને બુદ્ધિનો પર્યાય હોય છે. સોનું ધારણ કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.