દેશભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો દિવસે ને દિવસે વધતો જઇ રહ્યો છે, ત્યારે અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે,અમદાવાદના ખાડિયા વિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, આ ઘટનાને પગલે તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
જો કે, હવે સ્થિતિ એવી છે તે આજે તેઓ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક લોકોને મળ્યા હતા. ત્યારે ખેડાવાલા જે લોકોને મળ્યા હતા તેમને પણ કોરોના રિપોર્ટ કરાવવાની નોબત આવી છે.
ઉલ્લેખનીય છે કે, ખેડાવાલા આજરોજ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત તેઓ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ તથા રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા તથા તેમના સચિવને પણ મળ્યા હતા. આ સાથે જ તેઓ મુખ્યમંત્રીના અંગત સચિવને પણ મળ્યા હતા તો કેટલાક પત્રકારો તથા કેમરામેન પણ તેઓ મળ્યા હતા. આમ ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવનારા મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, ધારાસભ્યો, મુખ્ય સચિવ અને પોલીસ વડા સહિત તમામ લોકોને ક્વોરન્ટીન કરવાની સંપૂર્ણ શક્યતા શકે છે.
મુખ્યમંત્રીના ક્વોરન્ટાઇન થવા અંગે આવતીકાલે લેવાશે નિર્ણય
આ મામલે આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ તાત્કાલિક અસરથી એક ખાસ બેઠક બોલાવીને રાજ્યના ડોક્ટર સાથે વાતચીત કરી હતી. આરોગ્ય વિભાગને કેટલીક ટીમને મંત્રીઓના બંગલાની પણ જવાબદારી સોંપી દેવામાં આવી છે અને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીના ક્વોરેન્ટાઇન થવા અંગે
વિજય રૂપાણીએ તમામ બેઠક મુલતવી રાખી
ખાડિયા વિસ્તારના ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ બેઠક તાત્કાલિક અસરથી મુલતવી રાખી છે. નોંધનીય છે કે, કોરોનાની રાજ્યમાં સ્થિતિ જાણવા માટે મુખ્યમંત્રી સતત રાજ્યના વિવિધ અધિકારીઓ સાથે બેઠક યોજતા રહે છે પરંતુ હવે આ ઘટનાને પગલે તેમણે તમામ બેઠક હાલ કેન્સલ કરી છે.