અત્યારે દેશમાં લોકડાઉન છે, અને દરેક લોકો પોતાના ઘરે જ પોતાનો સમય વિતાવી રહ્યો છે, ત્યારે આ સમય ઉત્તમ છે તમારા શરીર અને વાળની કાળજી લેવા માટે અને એમ પણ સુંદર વાળની ચાહત આમ તો દરેક વ્યક્તિને હોય છે. કદાચ જ કોઇક દિવસ એવો હશે જ્યારે આપણે સુંદર અને શાઇની વાળ મેળવવા અંગે વિચારતા ન હોઇએ. આ ઈચ્છાને પુરી કરવા માટે વાળની દેખભાળ પણ એટલી જ જરુરી છે. જ્યારે પણ વાળની કેરની વાત આવે છે તો સૌથી પહેલુ નામ આવે છે હેર સ્પાનું, કેમકે હેર સ્પા વાળની દેખભાળ માટે અત્યંત મહત્ત્વપુર્ણ માનવામાં આવે છે.
હેર સ્પા માટે તમે પાર્લર જરુર જતા હશો.અત્યારે કોરોનાના કહેરના લીધે લોકો ઘરમાં લોકડાઉનમાં છે. પાર્લરો પણ બંધ છે. પાર્લર જઇને હેર સ્પા કરાવવાનુ વિચારવાનુ પણ અશક્ય છે. જો તમે પાર્લર જેવો સ્પા તમારા ઘરમાં કરી લો તો તમને સુંદર શાઇની વાળ મળી શકે છે.
વાળને સ્વસ્થ રાખવા માટે તેને પર્યાપ્ત પોષણ આપવુ પણ જરુરી છે. આ માટે સારી રીતે વાળની તેલ માલિશ કરો જેથી તમારા વાળને યોગ્ય પોષણ મળી શકે. વાળમાં સારી રીતે તેલ માલિશ કર્યા બાદ પછીનું સ્ટેપ હશે સ્ટીમિંગ
હવે વાળમાં સ્ટીમ લો. સ્ટીમની સહાયતાથી ઓઇલ વાળની જડ સુધી પહોંચી જશે. તેના માટે તમે ગરમ પાણીમાં ટુવાલ બોળીને તેને સારી રીતે નીચોવી લો અને તમારા વાળ તેમાં લપેટીને રાખો, આ પ્રક્રિયા 2થી 3 વાર કરો. સ્ટીમિંગ બાદ શેમ્પુ કરી લો. કોઇ માઇલ્ડ શેમ્પુનો ઉપયોગ કરો. જેથી વાળમાં સોફ્ટનેસ જળવાયેલી રહે. શેમ્પુ બાદ એક કટોરીમા કંડીશનર લો. તેમાં નારિયેળ તેલને સારી રીતે મિક્સ કરી લો. હવે આ પેસ્ટને સંપુર્ણ રીતે વાળમાં લગાવો. 5 મિનિટ રાખ્યા બાદ એક વાર ફરી શેમ્પુ કરી લો.
વાળની દેખભાળ માટે હેર માસ્ક બહુ જરુરી હોય છે. આ માટે તમારે દહીં અને લીંબુનો હેર માસ્ક તૈયાર કરવાનો છે. તમે વીકમાં એક વાર આ માસ્કનો ઉપયોગ કરી શકો છો.