Bibek Debroy: અર્થશાસ્ત્રી બિબેક દેબરોય નથી રહ્યા, વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના અધ્યક્ષ હતા, PM મોદીએ તેમને મહાન વિદ્વાન ગણાવ્યા
Bibek Debroy: વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ અને અર્થશાસ્ત્રી બિબેક દેબરોયનું શુક્રવાર, 1 નવેમ્બર, 2024 ના રોજ અવસાન થયું. બિબેક દેબરોય ભારત સરકારની ઘણી મોટી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. સપ્ટેમ્બર 2017માં તેમને ચેરમેન પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2015માં તેમને નીતિ આયોગના કાયમી સભ્ય બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ નીતિ આયોગ દ્વારા પ્લાનિંગ કમિશનની જગ્યા લેવામાં આવી. તેમના નિધન પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ડૉ. બિબેક દેબરોય એક મહાન વિદ્વાન હતા, જેઓ અર્થશાસ્ત્ર, ઇતિહાસ, સંસ્કૃતિ, રાજકારણ, આધ્યાત્મિકતા અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં જાણકાર હતા.
નીતિ આયોગના કાયમી સભ્ય હતા
2014માં મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી બિબેક દેબરોય સરકારની આર્થિક નીતિ તૈયાર કરતા વિભાગો સાથે જોડાયેલા છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ તરીકે, બિબેક દેબરોય મેક્રો ઇકોનોમિક મુદ્દાઓ, રાજકોષીય નીતિ, રોજગાર અને જાહેર ક્ષેત્રની કંપનીઓના સંચાલન અંગે સરકારને સતત સલાહ આપી રહ્યા છે. વર્ષ 2014 થી 2015 દરમિયાન તેઓ રેલવે મંત્રાલયના પુનર્ગઠન માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
Dr. Bibek Debroy Ji was a towering scholar, well-versed in diverse domains like economics, history, culture, politics, spirituality and more. Through his works, he left an indelible mark on India’s intellectual landscape. Beyond his contributions to public policy, he enjoyed… pic.twitter.com/E3DETgajLr
— Narendra Modi (@narendramodi) November 1, 2024
બિબેક દેબરોયે તેમનું શાળાકીય શિક્ષણ નરેન્દ્રપુરની રામકૃષ્ણ મિશન સ્કૂલમાં પૂર્ણ કર્યું. તે પછી તેણે પ્રેસિડેન્સી કોલેજ, કોલકાતા અને દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો. આ પછી, તેઓ ટ્રિનિટી કોલેજ શિષ્યવૃત્તિ દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે કેમ્બ્રિજ યુનિવર્સિટી ગયા.