મેરા જુતા હે જાપાની, યે પાટલુન ઇંગ્લિસ્તાની, સર પે લાલ ટોપી રુસી, ફિર ભી ખાના પસંદ હે હિન્દુસ્તાની..આ ગીત સાંભળવાથી કોઇ ફરક પડતો નથી. આપણે પિત્ઝા, બર્ગર, પાસ્તા બધુ આરોગીએ છીએ પણ અસલી મજા તો આપણુ દેશી ભોજન કરીને જ આવે છે. જ્યારે આપણે દેશી ભોજન કહીએ તો સૌથી પહેલા બિરિયાની, રાજમા અને જલેબી? સામે આવી જાય છે.જોકે, અમે તમને એવી ખાણી-પીણી વિશે જણાવી રહ્યાં છીએ જેને આપણે ભારતીય ગણીયે છીએ પણ તે અસલમાં ભારતીય નથી.
સમોસા
વરસતા વરસાદમાં રસ્તા પર સમોસા ખાવાની મજા જ અલગ હોય છે. જોકે, આ વાનગી ભારતીય નથી. સમોસા મધ્ય પૂર્વમાં ખાવામાં આવતા હતા જ્યાં તેમને ‘સાંબોસા’ના નામથી ઓળખવામાં આવતા હતા. તે માંસથી ભરેલા હતા. મધ્ય એશિયામાં વ્યાપારીઓએ આ વાનગીને ભારતીય તરીકે રજૂ કરી હતી.
ગુલાબ જામુન
સ્વાદિષ્ટ વાનગી તરીકે સૌથી પહેલા ગુલામ જામુનનું નામ લેવામાં આવે છે. વાસ્તવમાં ગુલામ જામુનની ક્રેડિટ ફારસને આપવામાં આવે છે. તેને ‘લોકમા’ અથવા ‘લૂકામત-અલ-કદી’ના નામથી ઓળખવામાં આવે છે.
જલેબી
ગુજરાતીની મનપસંદ સ્વાદિષ્ટ જલેબી પણ ભારતીય વાનગી નથી. જલેબી પર્સીયા અને અરબની દેન છે.
ચા
ભારતીયોને સવારે ઉઠીને સૌથી પહેલા ચાની જરૂર પડે છે.જોકે, તમને આશ્ચર્ય થશે કે ચા પણ ભારતની નથી. ચા બ્રિટન ઇંગ્લેન્ડની દેન છે.
નાન
નાન એક પ્રકારની રોટલી છે. નાન ઇરાન અને પર્સીયામાંથી આવ્યુ છે. બાદમાં નાન મોગલો દ્વારા ભારતમાં લોકપ્રિય હતું. અમારૂ વ્યંજન વાસ્તવમાં એશિયામાં ભોજનનું મિશ્રણ છે.
બિરિયાની
બિરિયાનીનો જન્મ તુર્કીમાં થયો હતો. મોગલ કાળ દરમિયાન બિરિયાની ભારતમાં પ્રચલિત થઇ હતી.
રાજમા
રાજમા ભારતીયોના મુખ્ય ભોજનમાંથી એક ગણાય છે. મુળ રીતે રાજમા મેક્સિકો અને ગ્વાટેમાલાની દેન છે. પ્રારંભિક તૈયારી મેક્સિકન વ્યંજનથી પ્રેરિત છે.જ્યારે તમારા મિત્ર મેક્સિકન વાનગીની માંગ કરે તો તેમને રાજમા આપો.
ચિકન ટિક્કા મસાલા
ગ્રાહકને સુકા ચિકન વિશે ફરિયાદ કર્યા બાદ ગ્લાસગો, બ્રિટનમાં એક શેફ દ્વારા પ્રથમ વખત ચિકન ટિક્કા મસાલા તૈયાર કરવામાં આવ્યુ હતું. હવે તે ભારતીયોમાં ફેવરિટ છે.
સુકટો
બંગાળની જાણીતી વાનગી સુકટોનો જન્મ પોર્ટુગલમાં થયો છે. આ વાનગી ગોવા થઇને તે બંગાળમાં જાણીતી બની હતી. આ વાનગીને કારેલાથી બનાવવામાં આવે છે.
વીન્ડાલો
આ એક સારી વાનગી છે જેને મસાલેદાર માંસ કરી પણ કહી શકાય.આ વાનગી ગોવામાં લોકપ્રિય છે જેનો ભારત સાથે કોઇ સબંધ નથી. આ વાનગી પોર્ટુગલથી આવી છે.
દાળ-ભાત
જ્યારે તમે બીમાર થાઓ છો ત્યારે દાળ-ભાત ખાવો છો. દાળ-ભાત પણ ભારતીય વાનગી નથી. આ વાનગી નેપાળથી ભારત આવી હતી. ધીમે ધીમે ભારતની તમામ જગ્યાએ તેને ખાવામાં આવે છે અને અમારા ભોજનનો એક મોટો ભાગ બની ગયું છે.
ઇડલી
ઇડલીને સૌથી વધુ દક્ષિણ ભારતમાં ખાવામાં આવે છે. ઇડલી વાસ્તવમાં ઇન્ડોનેશિયાનું એક વ્યંજન છે જે આરબોના માધ્યમથી ભારતમાં આવ્યુ હતું.
મોમોસ
મોમોસ ચીનથી આવ્યુ છે. ઉત્તર-પૂર્વમાં વ્યંજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ વાનગી તમને ભારતના લગભગ મોટા ભાગે રસ્તા પરની લારીઓ પર જોવા મળશે.
સાવરમા
સાવરમા તુર્કીની વાનગી છે. મુળ રીતે તેને માંસના 2 વિકલ્પ સાથે પરોસવામાં આવે છે. હવે શાકભાજી અને અન્ય વસ્તુમાંથી પણ સાવરમા બનાવવામાં આવે છે.
ફાલુદા
આ એક મીઠી ડિશ છે, આ સ્વીટ ડિશ મૂળ ફારસીની દેન છે.16-17મી સદીમાં વ્યાપારીઓ અને રાજા રજવાડાઓના માધ્યમથી તે ભારતમાં આવ્યુ હતું.